From with best wishes from Pujya Hardasbapu to Mukesh Parshottamdas Padsala 106, Shayona Arcade, Opp. Dinesh Chambers, Lalbahadoor Shastri Road, Bapunagar, P.O. Naroda Road, Ahmedabad. PIN 380 025 INDIA Email : patelstream@gmail.com & mukeshpadsala@gmail.com Mobile : 9374639777
Monday, December 8, 2014
સુરતના રત્ન મહેશભાઇ સવાણી & વડોદરાના સેવાભાવી ડો. ભેંસાણિયા
સુરતના રત્ન મહેશભાઇ સવાણી
&
વડોદરાના સેવાભાવી ડો. ભેંસાણિયા
ગુજરાતે તો આ શિયાળુ લગ્નની મોસમમાં બબ્બે વર્લ્ડ રેકોર્ડ કર્યા છે. ના રે ના, બીજાને નડતા ફૂલેકાં કાઢી ધાંધલધમાલ કરવામાં કે સમુહ ભોજન કરવામાં તો આપણે દુનિયામાં પહેલા નંબરે છીએ જ! પણ આ તો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે જેની સત્તાવાર નોંધ લેવી પડે એવી બે લગ્ન ક્રાંતિઓના સૌભાગ્યની વાત છે!
એક તો, એઇડ્સગ્રસ્ત દંપતીની દીકરીઓ માટે પણ અનાથાશ્રમ ચલાવતા હોય, એવા ઉમદા સેવાકાર્યોથી જાણીતા સુરતના રત્ન મહેશભાઇ સવાણીએ ક્રાંતિયજ્ઞા કર્યો. રેકોર્ડ બ્રેકિંગ એવી ૧૧૧ દીકરીઓ કે જે ગરીબ અનાથ હોય એનું કન્યાદાન જબરદસ્ત ધામધૂમથી કર્યું. એમાં ત્રણ કન્યા મુસ્લિમ પણ હતી. આજીવન પિતા તરીકેની જવાબદારી નિભાવવાની, વાર-તહેવારે મળવાનું, મીઠાઇઓ આપવાની, પત્રો લખવાના! પતિ મળે, સાથે કરોડપતિઓનો માંડવો પણ મળે!
તો વડોદરાના 'પારકી છ્ઠીના જાગતલ' જેવા સેવાભાવી ડો. ભેંસાણિયાએ એકલપંડે દીકરીના લગ્નમાં વરકન્યા સહિત ૩૨૮ આમંત્રિતો પાસે લગ્ન પહેલાં રક્તદાન કરાવી ગિનેસ બૂકમાં કામથી નામ નોંધાવ્યું! જમાઇ દીકરીને મેડિકલી હેલ્ધી સપ્તપદીના સાત ફેરા (વૃક્ષારોપણથી ચક્ષુદાન, ભૃ્રણ હત્યા વિરોધથી ગુટકાતમાકુ મુક્તિ!)ના શપથ લેવડાવ્યા! મહેશભાઇ પણ પાંચમો ફેરો સમુહ લગ્નમાં વરના મા-બાપનો પુત્રવધૂને દીકરી ગણી ભૃણહત્યા ન કરવાની પ્રતિજ્ઞાાનો લેવડાવે છે! ભાવતા ભોજનિયાં જમતા પહેલાં રક્તદાનથી ચાંલ્લો કરી દેવાની સાવ અનોખી પ્રથા જે અપવાદને બદલે આદત બને તો લગ્નનું મંગલ સાચે બીજાને જીવન આપે. કન્યાદાન પછી, રક્તદાન પહેલાં!

Subscribe to:
Posts (Atom)