Monday, December 8, 2014

લગ્ન વિષયક

લગ્ન વિષયક 

સુરતના રત્ન મહેશભાઇ સવાણી & વડોદરાના સેવાભાવી ડો. ભેંસાણિયા

સુરતના રત્ન મહેશભાઇ સવાણી 
વડોદરાના સેવાભાવી ડો. ભેંસાણિયા

ગુજરાતે તો આ શિયાળુ લગ્નની મોસમમાં બબ્બે વર્લ્ડ રેકોર્ડ કર્યા છે. ના રે ના, બીજાને નડતા ફૂલેકાં કાઢી ધાંધલધમાલ કરવામાં કે સમુહ ભોજન કરવામાં તો આપણે દુનિયામાં પહેલા નંબરે છીએ જ! પણ આ તો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે જેની સત્તાવાર નોંધ લેવી પડે એવી બે લગ્ન ક્રાંતિઓના સૌભાગ્યની વાત છે!


એક તો, એઇડ્સગ્રસ્ત દંપતીની દીકરીઓ માટે પણ અનાથાશ્રમ ચલાવતા હોય, એવા ઉમદા સેવાકાર્યોથી જાણીતા સુરતના રત્ન મહેશભાઇ સવાણીએ ક્રાંતિયજ્ઞા કર્યો. રેકોર્ડ બ્રેકિંગ એવી ૧૧૧ દીકરીઓ કે જે ગરીબ અનાથ હોય એનું કન્યાદાન જબરદસ્ત ધામધૂમથી કર્યું. એમાં ત્રણ કન્યા મુસ્લિમ પણ હતી. આજીવન પિતા તરીકેની જવાબદારી નિભાવવાની, વાર-તહેવારે મળવાનું, મીઠાઇઓ આપવાની, પત્રો લખવાના! પતિ મળે, સાથે  કરોડપતિઓનો માંડવો પણ મળે! 

તો વડોદરાના 'પારકી છ્ઠીના જાગતલ' જેવા  સેવાભાવી ડો. ભેંસાણિયાએ એકલપંડે દીકરીના લગ્નમાં વરકન્યા સહિત ૩૨૮  આમંત્રિતો પાસે લગ્ન પહેલાં રક્તદાન કરાવી ગિનેસ બૂકમાં કામથી નામ  નોંધાવ્યું! જમાઇ દીકરીને મેડિકલી હેલ્ધી સપ્તપદીના સાત ફેરા  (વૃક્ષારોપણથી ચક્ષુદાન, ભૃ્રણ હત્યા વિરોધથી ગુટકાતમાકુ  મુક્તિ!)ના શપથ લેવડાવ્યા! મહેશભાઇ પણ પાંચમો ફેરો સમુહ લગ્નમાં વરના  મા-બાપનો પુત્રવધૂને દીકરી ગણી ભૃણહત્યા ન કરવાની પ્રતિજ્ઞાાનો  લેવડાવે છે! ભાવતા ભોજનિયાં જમતા પહેલાં રક્તદાનથી ચાંલ્લો કરી  દેવાની સાવ અનોખી પ્રથા જે અપવાદને બદલે આદત બને તો લગ્નનું મંગલ  સાચે બીજાને જીવન આપે. કન્યાદાન પછી, રક્તદાન પહેલાં!

Friday, July 25, 2014

મહા રક્તદાન શિબિર

મહા રક્તદાન શિબિર 
અમદાવાદ શહેરમાં થેલેસેમિયા પીડિત અસંખ્ય બાળકો સારવાર દરમ્યાન નિયમિત જોઈએ તેટલું લોહી ન મળતા અનેક તકલીફોમાં મુકાય જાય છે ત્યારે એક અમદાવાદી તરીકે આપણી ફરજ બની રહે છે આ બાળકો આ તકલીફથી પીડાય નહિ તે માટે નિયમિત રક્તદાન કરતા રહીએ। અમદાવાદ મહાનગર પાલિકા ના 64 અર્બન હેલ્થ સેન્ટર ના ફરજ બજાવી રહેલા મેડીકલ ઓફિસર્સ એસોસીએશન તેમજ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન - આરોગ્ય વિભાગ તથા યુથ હોસ્ટેલ, ગુજરાત રાજ્ય સેવા સમિતિ, જન સહાયક ગૌ સેવા, રાષ્ટ્રીય એકતા સમિતિ, જીવન આધાર ફાઉન્ડેશન જેવી અનેક સામાજિક સંસ્થાઓ સાથે મળીને આગામી 27 જુલાઈ 2014 ને રવિવાર ના રોજ સવારે 9 થી 2 કલાક દરમ્યાન શહીદ ઋષિકેશ રામાણી શાળા સંકુલ - ગુજરાતી હિન્દી મ્યુનિ શાળા, હરદાસ બાપુ પટેલ વાડી પાસે બાપુનગર અમદાવાદ ખાતે એક મહા રક્તદાન શિબિર નું આયોજન કરેલ છે. કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં 3 થી 4 વખત રક્તદાન રૂપી માનવતાની જ્યોત ને હમેંશા પ્રજ્વલ્લિત રાખવાના શુભ આશય થી નમ્ર વિનંતી કે અતિ મુલ્યવાન એવું રક્તદાન થેલેસેમિયા ના બાળકો ના લાભાર્થે કરશો। ..
 
 Nav Gujarat Samay Page No. 4 Date 26-7-2014
 

Sunday, June 8, 2014

" હરદાસબાપુ અમર રહો"

9 જૂન 2014 સૌરાષ્ટ્ર પટેલ સમાજના સેવાના  આજીવન  ભેખધારી  પૂજ્ય હરદાસબાપુ  ની જન્મતિથી  છે. 8 જૂન 2014 ની રાત્રે  11.00 કલાકે  બાપુની  પ્રતિમા  સ્વચ્છ  કરવામાં  આવી. આ કાર્યમાં ધો. 11 વિદ્યાર્થીઓ યાજ્ઞિક વિરડીયા, વિશાલ ભીમાણી, વિપુલ તથા  કોઈ એક  યુવાન સહભાગી  બન્યા  હતા 
ચલો સૌ સમાજ ના રાહબર  ને  પુષ્પાંજલિ  અર્પિ કૃતજ્ઞ  થઈએ.  " હરદાસબાપુ અમર રહો"









Monday, April 21, 2014

પદ્મશ્રી થી સન્માનિત થયેલા શ્રી મથુર સવાણી નો અભિવાદન સમારોહ

વિશ્વ પાટીદાર કેન્દ્ર 
દ્વારા તા.23-3-2014 રવિવાર ના રોજ સાંજે 4 થી 7 કલાકે તાજેતરમાં 
એગ્રીકલ્ચર ક્ષેત્રે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી સન્માનિત થયેલા 
શ્રી મથુર સવાણી 
નો અભિવાદન સમારોહ 
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન શાહીબાગ અમદાવાદ 
ખાતે યોજાઇ ગયો. સરદાર કલ્પરથ નો આભાર. ..








Monday, March 24, 2014

Sunday, March 9, 2014

સેવા યજ્ઞ-વિધવા અને નિરાધાર બહેનો ને સહાયતા વિતરણ માટે વિચારણા કાર્યક્રમ

સેવા યજ્ઞ-વિધવા અને નિરાધાર બહેનો ને સહાયતા વિતરણ માટે વિચારણા કાર્યક્રમ

શ્રી હરદાસબાપુ પટેલ સમાજ દ્રારા 9 માર્ચ 2014 ના રોજ સાંજે 4 થી 7 કલાકે પટેલ વાડી ખાતે સમાજના વિધવા અને નિરાધાર બહેનો ને સહાયતા વિતરણ માટે વિચારણા કાર્યક્રમ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ પટેલ ના પ્રમુખ સ્થાને યોજાયા આ સેવા યજ્ઞમાં કરોડ કરતાં પણ વઘુ રુપિયા ની આહુતિ. પટેલ દાતાઓ. દ્વારા નાંખી માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધન્યવાદ સૌ દાતાઓ ને...ખાસ કરીને શ્રી દિલીપભાઈ કોઠિયા તથા શ્રી દકુભાઈ કસવાળા કે જેઓએ એક કરોડ રૂપિયા થી પણ વધુ રકમ આ સેવા યજ્ઞ મા આપવાની તૈયારી બતાવી હતી લાખ લાખ અભિનંદન. .. આ કાર્યક્રમ માં અમદાવાદ શહેર ના પટેલ સમાજ ના તમામ ઘટકના પ્રમુખ શ્રી હાહાજર રહ્યા હતા.







Friday, February 14, 2014

આ અ'વાદી પટેલની કિટલી પર મોદીએ પીધી ચા, જામી 'ચાય પે ચર્ચા'

મોદી પર થયેલા ચાવાળાના પ્રહાર પછી મોદીએ તેને જ હથિયાર તરીકે આગામી લોકસભાની ચૂંટમીમાં વાપરવાનું નક્કી કર્યું છે. આ માટે ચાની કીટલી પર બેસતા સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા માટે ભાજપ 'ચાય પે ચર્ચા’ કાર્યક્રમની આજથી શરૂઆત કરી છે. જેના અનુસંધાને એસ.જી. હાઈ વે પર કર્ણાવતી ક્લબની બાજુમાં આવેલા ગાંઠિયા રથ પાસેની ચાની કિટલી પર નરેન્દ્ર મોદી ખૂબ ચા પીવા માટે આવ્યા હતા. તેમજ તેમણે પટેલ યુવાનની કટિંગ ચા પીધી હતી. તેમજ લોકો સાથે ચર્ચાનો પ્રારંભ કર્યો હતો.

ચાની કિટલીની આસપાસ મોદીનો સંવાદ સામાન્ય લોકો સાંભળી શકે, તે માટે એલઇડી મૂકવામાં આવી છે. એટલું જ નહીં, આજે સાંજે છ વાગ્યે મોદી આવવાના હોવાથી ચાની કિટલી પર પણ ઉત્સાહનો માહોલ જામ્યો છે. ચાની કિટલીના માલિક સાથે વાત કરતાં તેમણે મોદી પોતાની કિટલી પર ચા પીવા માટે આવવાની ખૂશી વ્યક્ત કરી હતી.