Friday, February 14, 2014

આ અ'વાદી પટેલની કિટલી પર મોદીએ પીધી ચા, જામી 'ચાય પે ચર્ચા'

મોદી પર થયેલા ચાવાળાના પ્રહાર પછી મોદીએ તેને જ હથિયાર તરીકે આગામી લોકસભાની ચૂંટમીમાં વાપરવાનું નક્કી કર્યું છે. આ માટે ચાની કીટલી પર બેસતા સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા માટે ભાજપ 'ચાય પે ચર્ચા’ કાર્યક્રમની આજથી શરૂઆત કરી છે. જેના અનુસંધાને એસ.જી. હાઈ વે પર કર્ણાવતી ક્લબની બાજુમાં આવેલા ગાંઠિયા રથ પાસેની ચાની કિટલી પર નરેન્દ્ર મોદી ખૂબ ચા પીવા માટે આવ્યા હતા. તેમજ તેમણે પટેલ યુવાનની કટિંગ ચા પીધી હતી. તેમજ લોકો સાથે ચર્ચાનો પ્રારંભ કર્યો હતો.

ચાની કિટલીની આસપાસ મોદીનો સંવાદ સામાન્ય લોકો સાંભળી શકે, તે માટે એલઇડી મૂકવામાં આવી છે. એટલું જ નહીં, આજે સાંજે છ વાગ્યે મોદી આવવાના હોવાથી ચાની કિટલી પર પણ ઉત્સાહનો માહોલ જામ્યો છે. ચાની કિટલીના માલિક સાથે વાત કરતાં તેમણે મોદી પોતાની કિટલી પર ચા પીવા માટે આવવાની ખૂશી વ્યક્ત કરી હતી.