Friday, July 24, 2015

પટેલ અનામત આંદોલન રાજ્યવ્યાપી બનાવાશે

પટેલ અનામત આંદોલન રાજ્યવ્યાપી બનાવાશે
અમદાવાદમાં મહાસંમેલન પૂર્વે દસ સ્થળોએ રેલી અને સંમેલનો યોજવાની જાહેરાત
અનામત આંદોલન તોડી પાડવાનો પ્રયાસ
આંદોલનને ઉત્તર ગુજરાત બાદ રાજ્યમાં પાટીદાર વસતિ ધરાવતાં ગામો, નગરોમાંથી વ્યાપક સમર્થન મળવાની શરૂઆત થતાં તેમાં ભાગલા પડાવવા માટે કેટલાક લોકોને સક્રિય થવા પ્રેરિત કરાયા છે. સોશિયલ મીડિયામાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી તા.૨૫ ઓગષ્ટના રોજ યોજાનાર વિશાળ પાટીદાર સંમેલનને સરદાર પટેલ ગ્રૂપનું સમર્થન નથી એવા સંદેશા વહેતા થયા હતા.
મંત્રીના નામે મારવાની ધમકી: હાર્દિક પટેલ >p5

રેલીના આયોજકો સામે ગુનો નોંધાયો >p8
નવગુજરાત સમય > ગાંધીનગર

-- ઉત્તર ગુજરાતથી આયોજનપૂર્વકની પાટીદારોને અનામત આપવાની માગ સાથે શરૂ થયેલી ચળવળ હવે ધીમે ધીમે આક્રમક રીતે મજબૂત બની રહી છે. ઉત્તર ગુજરાત બાદ હવે આ આંદોલનને તબક્કાવાર રીતે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને પછી દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી લઇ જવા માટે મંડલવાર બેઠકો શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ આંદોલનને બિન રાજકીય રાખવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં કેટલાક કથિત નેતાઓને ઊભા કરી સરદાર પટેલ ગ્રુપના નામે અમારો ‘આ આંદોલનને ટેકો નથી’ એવા સંદેશા વહેતા મુકવામાં આવ્યા છે જેને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના પ્રેસિડેન્ટ લાલજીભાઇ પટેલે નકારી કાઢ્યું હતું અને પાટીદાર આંદોલનને પોતાનું સમર્થન હોવાનું જણાવ્યું હતું.

પાટીદાર અનામત આંદોલન શાસક પક્ષ ભાજપ અને આનંદીબહેન પટેલની સરકાર માટે ચિંતાનો વિષય બની ગયું છે. મહેસાણાથી ચંપાયેલો પલિતો હવે ધીમે ધીમે દવનું સ્વરૂપ લઇ સિફતપૂર્વક અને મક્કમતાથી રાજ્યવ્યાપી બની રહ્યો છે તેનાથી આજે સરકાર અને સંગઠને ખાસ્સુ ચિંતન કર્યું હતું.

પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ ખાતે પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ અને મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. પાટીદાર અનામત પાછળ કોનો દોરી સંચાર છે તે જાણવા માટે પ્રયાસ થયો હતો. જોકે, ભાજપના હોદ્દેદારો માટે કફોડી સ્થિતિ એ છે કે કેટલાક હોદ્દેદારો પાટીદાર હોવાથી સમાજમાં પ્રવર્તતી સ્થિતિ અને પક્ષ તથા સરકારની ભૂમિકા જુદી હોવાથી કંઇ બોલી શકે એમ નથી. આથી ઉ.ગુજરાતના પ્રભારી અને મહામંત્રી કે.સી. પટેલે પાટીદાર અનામતની ચળવળ અંગે સત્તાવાર રીતે એટલું જ કહ્યું કે, ‘દરેકને પોતાની રજૂઆત કરવાનો હક્ક છે. આની સાથે શાંતિ ન ડહોળાય અને પોતાની લાગણી પ્રદર્શીત કરવી જોઇએ.’ આંદોલનના સંયોજક હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમારું આંદોલન સંપૂર્ણ બિનરાજકીય છે અમે આગામી દસ દિવસમાં તેર સ્થળે રેલી અને સંમેલન યોજીને અમારી માગણીને બળ આપીશું સરકારે તમામ મશીનરીને કામે લગાડીને ચળવળ પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે તેને શોધવા માટે ખાંખાખોળા શરૂ કર્યા છે.

Monday, July 13, 2015

નરેશ પટેલ વિઝનનું ફ્યુઝન પુસ્તકનું આજે વિમોચન

જાણીતા લેખક યશપાલ બક્ષી લિખિત નરેશ પટેલ વિઝનનું ફ્યુઝન પુસ્તકનું આજે વિમોચન હતું. આ પુસ્તક નરેશ પટેલ ના જીવન પર લખાયેલું પુસ્તક છે. નરેશ પટેલ પટેલ બ્રાસ વર્કસ ના મેનેજીંગ ડાયરેક્ટર અને ખોડલધામ  ટ્રસ્ટ ના પ્રમુખ છે.






Friday, July 10, 2015

યુપીએસસીમાં સફળતા મેળવનારા ડૉ. અનિલભાઈ ઘામેલિયા, મિહીર પટેલ, રાજેન્દ્ર એમ પટેલ, કાવન એન લિંબાશીયા અને અલ્પેશ માણીયાનું સન્માન

૨૦૧૫ની UPSC પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૨૦ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, જેમાંથી પાંચ વિદ્યાર્થી પાટીદાર સમાજના છે. આવી પરીક્ષા અંગે જાગૃતિ કેળવાય તે માટે ઊમિયા કેમ્પસ, સોલા ખાતે ચિંતન શિબિરનું આયોજન થયું હતું. 

શિબિરમાં પાટીદાર ભાઈ-બહેનો IAS/IPS બને તે અંગે રણનીતિ તૈયાર કરવા ૫૦૦ જેટલા અગ્રણીઓ, શિક્ષણવિદ‌્ો, તજજ્ઞો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તાજેતરમાં યુપીએસસીમાં સફળતા મેળવનારા ડૉ. અનિલભાઈ ઘામેલિયા, મિહીર પટેલ, રાજેન્દ્ર એમ પટેલ, કાવન એન લિંબાશીયા અને અલ્પેશ માણીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે અનિલભાઈ પટેલ-ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ, પી.જે પટેલ, પ્રહલાદભાઈ પટેલ- ઊમિયા માતાજી સંસ્થાન ઊંઝા, આર. પી પટેલ -UCDC ચેરમેન, ગગજીભાઈ સુતરીયા - પ્રમુખ , સરદાર ધામ અમદાવાદ, શિક્ષણવિદ‌્ આર.એસ પટેલ, કસ્ટમ ઓફિસર વ્રજ પટેલ, DIG હરીકૃષ્ણ પટેલ અને પીયુષ પટેલ તથા DYSP ઉમેશભાઈ પટેલ અને ડૉ. રાજદીપ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ચિંતનશિબિરમાં પાટીદારોના ૫૦ વિદ્યાર્થીને IAS / IPS બનાવવા માટેનો ખર્ચ સમાજના અગ્રણીઓની સ્પોનસરશિપ દ્વારા ઉપાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં ઊમિયા IAS ટ્રેનિંગ સેન્ટરના 11 પેટા સેન્ટર શરૂ કરવાની જાહેરાત થઈ હતી.