"આપણાં હરદાસબાપુ"
શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા 1991માં રામનવમીના રોજ મીટીંગમાં મિલના પ્રતિનિધિ ભાઈઓ ભેગા થયા હતા ત્યારે નક્કી થયું કે હરદાસબાપુ નું જીવન ચરિત્ર લખવું કે ભાવી પેઢીને પ્રેરણા મળે.આ પુસ્તક લખવાની જવાબદારી કુરજીભાઈ વાડદોરિયા ને સોંપવામાં આવી. આ પુસ્તક પ્રકાશિત કરવા માટે સમાજમાંથી સારી એવી રકમનો ફાળો આવ્યો। સાહિત્ય એકઠું કરવામાં આવ્યું અને લેખક શ્રી અનિલભાઈ શુક્લા ને વિનંતી કરી કે તમારે એક પટેલની વેઠ કરવાની છે હરદાસબાપુનું જીવન ચરિત્ર લખી આપવાનું છે બાપુ માટે બધું કરી આપવાની તૈયારી બતાવી અને "આપણાં હરદાસબાપુ" નામનું પુસ્તક તૈયાર થયું જેનું વિમોચન 1993માં શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટના વેદાંત આચાર્ય પરમ પુ. માધવપ્રિયદાસ જી ના વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારે પટેલવાડી થી બે ઘોડાની બગીમાં બાપુને બેસાડી વાજતે ગાજતે વિમોચન સ્થળ મંગલ વાડી માન સન્માન સાથે લઇ જવામાં આવ્યા હતા ત્યારે વિશાળ સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ હાજર રહ્યા હતા
No comments:
Post a Comment