મહા
રક્તદાન શિબિર
Nav Gujarat Samay Page No. 4 Date 26-7-2014
અમદાવાદ
શહેરમાં થેલેસેમિયા પીડિત અસંખ્ય બાળકો સારવાર દરમ્યાન નિયમિત જોઈએ તેટલું
લોહી ન મળતા અનેક તકલીફોમાં મુકાય જાય છે ત્યારે એક અમદાવાદી તરીકે આપણી
ફરજ બની રહે છે આ બાળકો આ તકલીફથી પીડાય નહિ તે માટે નિયમિત રક્તદાન કરતા
રહીએ। અમદાવાદ મહાનગર પાલિકા ના 64 અર્બન હેલ્થ સેન્ટર ના ફરજ બજાવી રહેલા
મેડીકલ ઓફિસર્સ એસોસીએશન તેમજ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન - આરોગ્ય
વિભાગ તથા યુથ હોસ્ટેલ, ગુજરાત રાજ્ય સેવા
સમિતિ, જન સહાયક ગૌ સેવા, રાષ્ટ્રીય એકતા સમિતિ, જીવન આધાર ફાઉન્ડેશન જેવી
અનેક સામાજિક સંસ્થાઓ સાથે મળીને આગામી 27 જુલાઈ 2014 ને રવિવાર ના રોજ
સવારે 9 થી 2 કલાક દરમ્યાન શહીદ ઋષિકેશ રામાણી શાળા સંકુલ - ગુજરાતી હિન્દી
મ્યુનિ શાળા, હરદાસ બાપુ પટેલ વાડી પાસે બાપુનગર અમદાવાદ ખાતે એક મહા
રક્તદાન શિબિર નું આયોજન કરેલ છે. કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં 3 થી 4
વખત રક્તદાન રૂપી માનવતાની જ્યોત ને હમેંશા પ્રજ્વલ્લિત રાખવાના શુભ આશય
થી નમ્ર વિનંતી કે અતિ મુલ્યવાન એવું રક્તદાન થેલેસેમિયા ના બાળકો ના
લાભાર્થે કરશો। ..
No comments:
Post a Comment