Monday, September 2, 2013

શનિવારની સમી સાંજ બની રળિયામણી ... પટેલવાડી ખાતે

શનિવારની સમી સાંજ બની રળિયામણી ... પટેલવાડી ખાતે
શ્રી હરદાસ બાપુ પટેલ વાડી ખાતે શનિવાર તા 31 ઓગસ્ટ 2013 ના રોજ સાંજે 8-00 શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ સભા સંચાલક બનો અંતર્ગત કાર્યક્રમ રાજ્ય સભાના સંસદ સભ્ય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા ના અધ્યક્ષ સ્થાને તથા પ્રોફેસર શ્રી અશ્વિનભાઈ આણદાની ના મુખ્ય વક્તા સ્થાને યોજાય ગયો. હેરતભર્યા અદભૂત કાર્યક્રમ તત્કાલીન પ્રમુખ શ્રી પરશોત્તમભાઈ કકાણી ના આવ્યા પછી યોજાતા થયા છે આનંદની વાત એ છે કે મોટા ભાગના આવા હટકે કાર્યક્રમ સફળ જઈ રહ્યા છે નાના મોટા સૌ પટેલ મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે અને આયોજકનો ઉત્સાહ વધારી રહ્યા છે આજના આ કાર્યક્રમમાં ગોઠવેલી તમામ ખુરશીઓ ભરાઈ ગઈ હતી ખુલ્લા મંચમાં કાર્યક્રમ રંગ લાવી રહ્યો છે ત્યારે ... સમગ્ર કાર્યક્રમમાં સૌને ખુબજ મઝા પડી તેની સાબિતી છેલ્લે જયારે સંસ્થા ના મંત્રી શ્રી નંદલાલભાઈ ધાનાણી એ આભાર વિધિ કર્યા પછી ક્યાંય સુધી લોકો બેસી રહ્યા હતા કોઈ માનવા તૈયાર નહતું કે કાર્યક્રમ પૂરો થઇ ગયો છે કાર્યક્રમની શરુઆતમાં શ્રી ગૌતમભાઈ કથીરિયા એ સૌ મહેમાનનો પરિચય આપી સૌનું અભિવાદન કાર્ય બાદ સંસ્થાના પ્રમુખ પ્રમુખ શ્રી પરશોત્તમભાઈ કકાણી એ કાર્યક્રમ સમય કરતા 50 મિનીટ મોડો શરુ થયો હતો તેને ધ્યાનમાં લઇ ખુબજ ટૂંકમાં શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ ની માહિતી રજુ કરી ને તુરંત જ આજના મુખ્ય વક્તા શ્રી અશ્વિનભાઈ આણદાનીને માઈક સુપ્રત કર્યું હતું શ્રી અશ્વિનભાઈ એ સ્વર ના સાચા ખોટા ઉચ્ચાર તેમજ કાર્યક્રમની શરૂઆત પહેલા કેવી તૈયારી કરવી જોઈએ તેની અદભૂત છણાવટ કરી સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા ખરી મઝાતો શ્રી રૂપાલા સાહેબે કરાવી તેમણે હસતા હસતા સૌને વક્તા ની શી ભૂમિકા હોય છે તે બતાવી તેમના વક્ત્ય માં એક પ્રસંગની વાત કરી એકવાર અમરેલીમાં ઇનામ વિતરણના કાર્યક્રમમાં શ્રી સચિદાનંદ મુખ્ય મહેમાન તરીકે હતા તે કાર્યક્રમમાં પોતે પણ હાજર હતા આ કાર્યક્રમમાં પાંખી હાજરી હતી લોકો ધીમે ધીમે આવતા હતા પરંતુ સમય થતા શ્રી સચિદાનંદ કાર્યક્રમ અધુરો મૂકી ને જતા રહ્યા હતા
મિત્રો જયારે સમાજ દ્વારા એક એક થી ચડિયાતા કાર્યક્રમ નું આયોજન થતું હોય ત્યારે આપણી પણ કૈંક ફરજ બને છે તે આપણે સૌએ સમયસર કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ આને આયોજકે પણ હિંમત દાખવી સમયસર કાર્યક્રમ શરુ કરવો જોઈએ શરૂઆતમાં સૌને કઠશે પણ પછી સૌને ગમશે




No comments:

Post a Comment