પટેલ અનામત આંદોલન રાજ્યવ્યાપી બનાવાશે
| ||||
અમદાવાદમાં મહાસંમેલન પૂર્વે દસ સ્થળોએ રેલી અને સંમેલનો યોજવાની જાહેરાત
| ||||
અનામત આંદોલન તોડી પાડવાનો પ્રયાસ
આંદોલનને ઉત્તર ગુજરાત બાદ રાજ્યમાં પાટીદાર વસતિ ધરાવતાં ગામો, નગરોમાંથી વ્યાપક સમર્થન મળવાની શરૂઆત થતાં તેમાં ભાગલા પડાવવા માટે કેટલાક લોકોને સક્રિય થવા પ્રેરિત કરાયા છે. સોશિયલ મીડિયામાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી તા.૨૫ ઓગષ્ટના રોજ યોજાનાર વિશાળ પાટીદાર સંમેલનને સરદાર પટેલ ગ્રૂપનું સમર્થન નથી એવા સંદેશા વહેતા થયા હતા. | ||||
રેલીના આયોજકો સામે ગુનો નોંધાયો >p8 નવગુજરાત સમય > ગાંધીનગર -- ઉત્તર ગુજરાતથી આયોજનપૂર્વકની પાટીદારોને અનામત આપવાની માગ સાથે શરૂ થયેલી ચળવળ હવે ધીમે ધીમે આક્રમક રીતે મજબૂત બની રહી છે. ઉત્તર ગુજરાત બાદ હવે આ આંદોલનને તબક્કાવાર રીતે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને પછી દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી લઇ જવા માટે મંડલવાર બેઠકો શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ આંદોલનને બિન રાજકીય રાખવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં કેટલાક કથિત નેતાઓને ઊભા કરી સરદાર પટેલ ગ્રુપના નામે અમારો ‘આ આંદોલનને ટેકો નથી’ એવા સંદેશા વહેતા મુકવામાં આવ્યા છે જેને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના પ્રેસિડેન્ટ લાલજીભાઇ પટેલે નકારી કાઢ્યું હતું અને પાટીદાર આંદોલનને પોતાનું સમર્થન હોવાનું જણાવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન શાસક પક્ષ ભાજપ અને આનંદીબહેન પટેલની સરકાર માટે ચિંતાનો વિષય બની ગયું છે. મહેસાણાથી ચંપાયેલો પલિતો હવે ધીમે ધીમે દવનું સ્વરૂપ લઇ સિફતપૂર્વક અને મક્કમતાથી રાજ્યવ્યાપી બની રહ્યો છે તેનાથી આજે સરકાર અને સંગઠને ખાસ્સુ ચિંતન કર્યું હતું.
|
From with best wishes from Pujya Hardasbapu to Mukesh Parshottamdas Padsala 106, Shayona Arcade, Opp. Dinesh Chambers, Lalbahadoor Shastri Road, Bapunagar, P.O. Naroda Road, Ahmedabad. PIN 380 025 INDIA Email : patelstream@gmail.com & mukeshpadsala@gmail.com Mobile : 9374639777
Friday, July 24, 2015
પટેલ અનામત આંદોલન રાજ્યવ્યાપી બનાવાશે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment