૨૦૧૫ની UPSC પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૨૦ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, જેમાંથી પાંચ વિદ્યાર્થી પાટીદાર સમાજના છે. આવી પરીક્ષા અંગે જાગૃતિ કેળવાય તે માટે ઊમિયા કેમ્પસ, સોલા ખાતે ચિંતન શિબિરનું આયોજન થયું હતું.
શિબિરમાં પાટીદાર ભાઈ-બહેનો IAS/IPS બને તે અંગે રણનીતિ તૈયાર કરવા ૫૦૦ જેટલા અગ્રણીઓ, શિક્ષણવિદ્ો, તજજ્ઞો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તાજેતરમાં યુપીએસસીમાં સફળતા મેળવનારા ડૉ. અનિલભાઈ ઘામેલિયા, મિહીર પટેલ, રાજેન્દ્ર એમ પટેલ, કાવન એન લિંબાશીયા અને અલ્પેશ માણીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અનિલભાઈ પટેલ-ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ, પી.જે પટેલ, પ્રહલાદભાઈ પટેલ- ઊમિયા માતાજી સંસ્થાન ઊંઝા, આર. પી પટેલ -UCDC ચેરમેન, ગગજીભાઈ સુતરીયા - પ્રમુખ , સરદાર ધામ અમદાવાદ, શિક્ષણવિદ્ આર.એસ પટેલ, કસ્ટમ ઓફિસર વ્રજ પટેલ, DIG હરીકૃષ્ણ પટેલ અને પીયુષ પટેલ તથા DYSP ઉમેશભાઈ પટેલ અને ડૉ. રાજદીપ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ચિંતનશિબિરમાં પાટીદારોના ૫૦ વિદ્યાર્થીને IAS / IPS બનાવવા માટેનો ખર્ચ સમાજના અગ્રણીઓની સ્પોનસરશિપ દ્વારા ઉપાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં ઊમિયા IAS ટ્રેનિંગ સેન્ટરના 11 પેટા સેન્ટર શરૂ કરવાની જાહેરાત થઈ હતી.

No comments:
Post a Comment